1આદમ, શેથ, અનોશ,
2કેનાન, માહલાલેલ, યારેદ;
3હનોખ, મથૂશેલાહ, લામેખ,
4નૂહ, શેમ, હામ તથા યાફેથ.
5યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
6ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
7યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
8હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
9કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
10કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
11મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
12પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
13કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
14યબૂસી, અમોરી, ગિર્ગાશી,
15હિવ્વી, આર્કી, સિની,
16આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
17શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
18આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
19એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
20યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
21હદોરામ, ઉઝાલ, દિકલાહ,
22એબાલ, અબિમાએલ, શેબા,
23ઓફીર, હવીલા અને યોબાબ.
24શેમ, આર્પાકશાદ, શેલા,
25એબેર, પેલેગ, રેઉ,
26સરૂગ, નાહોર, તેરાહ,
27અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.
28ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
29તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
30મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
31યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.
32ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.
33મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.
34ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.
35એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
36અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
37રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.
38સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.
39લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
40શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
41અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
42એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
43ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.
44બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
45યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
46હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
47હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
48સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
49શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.
50બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
51હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
52ઓહોલીબામાહ, એલા, પીનોન,
53કનાઝ, તેમાન, મિબ્સાર,
54માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.